HomeGujaratમોરબીના પંચાસર રોડ પર બાઈક સાથે રિક્ષાની ટક્કરથી વૃદ્ધનું મોત

મોરબીના પંચાસર રોડ પર બાઈક સાથે રિક્ષાની ટક્કરથી વૃદ્ધનું મોત

મોરબી તાલુકાના બગસરા ગામે રહેતા સંજયભાઈ હિતેશભાઈ સીતપરાએ GJ-36-W-4683 નંબરના સી.એન.જી. રિક્ષા ચાલક સામે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સંજયભાઈ સીતપરા અને તેમના પાડોશી મહેશભાઈ પ્રભુભાઈ સરડવા બગથળા ગામથી મોરબી તરફ મહેશભાઈની મોટરસાયકલ (નંબર GJ 03 CH 6657) પર જઈ રહ્યા હતા.

ત્યારે મોરબીના પંચાસર રોડ પર ધવલ પાન નજીક પહોંચતા, સી.એન.જી. રિક્ષા (નંબર GJ 36 W 4683)નો ચાલક પોતાની રિક્ષા બેફામ અને ગફલતભરી રીતે હંકારી રહ્યો હતો. ત્યારે અચાનક ડિવાઇડરની કટ પરથી વળાંક લેતાં તેણે રિક્ષા મોટરસાયકલ સાથે જોરદાર અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં મહેશભાઈ સરડવાને મોઢા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવ અંગે સંજયભાઈએ રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW