HomeGujaratમોરબી જિલ્લામાં તા. 28 ફેબ્રુઆરીથી 9,500 કિશોરીઓ માટે ‘HPV રસીકરણ’ અભિયાનનો પ્રારંભ

મોરબી જિલ્લામાં તા. 28 ફેબ્રુઆરીથી 9,500 કિશોરીઓ માટે ‘HPV રસીકરણ’ અભિયાનનો પ્રારંભ

મોરબી જિલ્લાની કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) સામે મજબૂત રક્ષણ પૂરું પાડવા માટે સમગ્ર દેશને ગુજરાત રાજ્યની સાથે આગામી તા. 28/02/2026 થી ‘HPV રસીકરણ’ જિલ્લાવ્યાપી અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. મોરબી જિલ્લામાં આ અભિયાન અંતર્ગત 14 વર્ષ પૂર્ણ કરનાર અંદાજીત 9,500 દીકરીઓને આ રક્ષણાત્મક રસી આપવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે.

આ રસીકરણ ઝુંબેશને સફળ બનાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક સુદ્રઢ ‘સ્ટ્રેટજીક એક્શન પ્લાન’ તૈયાર કરાયો છે. આશા કાર્યકરો દ્વારા હેડ કાઉન્ટ સર્વે કરી 14 વર્ષની તમામ દીકરીઓની ઓળખ કરવામાં આવશે. શાળામાં અભ્યાસ કરતી તેમજ શાળા બહારની તમામ દીકરીઓને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અથવા સબ ડિસ્ટ્રિક્ટ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આ રસી નિઃશુલ્ક આપવામાં આવશે. આ રસી સંપૂર્ણપણે સલામત છે અને ગર્ભાશયના મુખના કેન્સરથી દીકરીઓને સુરક્ષિત કરે છે. રસી મેળવવા માટે દીકરીના માતા-પિતા કે વાલીનું સંમતિ પત્રક અનિવાર્ય રહેશે.

નોંધનીય છે કે, જે દીકરીઓ બીમાર હોય, અગાઉ કોઈ એલર્જી કે રિએક્શનની સમસ્યા હોય અથવા અગાઉ રસી લીધેલ હોય તેમને આ રસી આપવાની રહેશે નહીં. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી. કે. શ્રીવાસ્તવ દ્વારા તમામ વાલીઓ, શાળા સંચાલકો અને સામાજિક અગ્રણીઓને અપીલ કરવામાં આવી છે કે, પોતાની દીકરીઓને આ રસી અપાવી કેન્સર સામે સુરક્ષિત બનાવવા વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપે. વધુ માહિતી માટે નાગરિકોએ નજીકના આરોગ્ય કર્મચારી અથવા આશા કાર્યકરનો સંપર્ક કરવાનો રહેશે. રસીકરણ અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના અજમેરથી આ રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરાવશે, જેના અનુસંધાને ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોલા હોસ્પિટલ, અમદાવાદથી રાજ્યવ્યાપી અભિયાનનો આરંભ કરાવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW