મોરબી જિલ્લા પંચાયતની મોટા ભાગની ગ્રામ પંચાયતમાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે જે પૈકી કેટલાક ગામમાં વસ્તી ખુબ વધારે થવાના કારણે ભૂગર્ભ ગટરના પાણીના નિકાલ ન થવાથી તેની સફાઈના પ્રશ્ન સર્જાય છે અને ગ્રામ પંચાયત પાસે સાધન ન હોવાથી આસપાસની નગરપાલિકા કે મહાનગર પાલિકા પાસેથી જેટીંગ મશીન લેવા પડતા હતા પરંતુ ત્યાંથી સમયસર મશીન ન મળવા અને જો મશીન ફાળવે તો ગ્રામ પંચાયતને તેનું ચુકવણું કરવું પડતું હતું જેના કારણે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા દ્વારા જેટીંગ મશીન ફાળવવા દરખાસ્ત કરી હતી અને અગાઉ નાના જેટીગ મશીન પણ ફાળવાયા હતા જોકે કેટલીક ગ્રામ પંચાયત મોરબી મહાનગરપાલિકામાં ભળી જતા તેમજ ટંકારા નગરપાલિકા બનતા ફરી જેટીંગ મશીનની જરૂરીયાત ઉદ્ભવતા જિલ્લા પંચાયત દ્વારા સ્વ ભંડોળની ગ્રાન્ટમાંથી રૂ 43 લાખના ખર્ચે જેટીંગ મશીન વસાવવામાં આવ્યું છે આજે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના હસ્તે લીલી ઝંડી આપી તેનું લોકાપર્ણ કરાયું હતું

