મોરબી જિલ્લાના હળવદમાં આજે એક રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં હળવદ-અમદાવાદ નેશનલ હાઇવે પર બોલેરો પિક અપ વાહનનું આગળનું ટાયર ફાટી જતાં વાહનનું બેલેન્સ ખોરવાઈ ગયું અને તે અમદાવાદ તરફથી આવતા ટ્રક-ટ્રેલર સાથે ભયાનક રીતે ટકરાઈ ગયું. આ અકસ્માતમાં બોલેરોના ડ્રાઇવરનું ઘટનાસ્થળેથી સારવાર દરમિયાન મોત થયું છે.
ઘટના ગત ૨૨ ફેબ્રુઆરીના રવિવારે રસાંજે લગભગ ૪ વાગ્યે બની હતી . મૃતકની ઓળખ રામજીભાઇ અમરાભાઇ બોળીયા તે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વેળાવદર ગામના વતની હોવાનું સામે આવ્યું છે મૃતક રામજી ભાઈનું . GJ-27-TT-4663 બોલેરો પિકઅપ અમદાવાદ તરફથી આવતા GJ-12-BZ-6899 નંબરના ટ્રક ટ્રેલર સાથે અથડાયું હતું.બનાવમાં હળવદ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS)ની કલમ ૧૯૪ હેઠળ આ કેસ નોંધાયો છે. હળવદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. જી.પી. ટાપરીયાએ આ કાર્યવાહી કરી છે.

