મોરબી શહેરના આલાપ રોડ વિસ્તારમાં કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં શેરીમાં રમતી એક માસૂમ બાળકીનું કારની ટક્કરે મોત થયું છે.બનાવ બાદ મૃતક બાળકીના પિતાએ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધવતા પોલીસે કાર ચાલક સામે મોટર વ્હીકલ ની અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ,મોરબી શહેરના આલાપ રોડ પર આવેલ પટેલનગર વિસ્તારમાં ધનશ્રી વસુદેવભાઈ વડસોલા નામની 2 વર્ષની બાળકી શેરીમાં રમતી હતી ત્યારે ઝડપી ગતિએ આવી રહેલી GJ-36-AJ-9315 નંબરની કારના ચાલકે ધનશ્રીને હડફેટે લીધી હતી. અકસ્માતમાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે કાર ચાલક નીરવભાઈ મહાદેવભાઈ ભોરણીયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે અને સ્થાનિકોમાં આ ઘટનાને લઈને શોકની લાગણી ફેલાઈ છે.

