HomeGujaratમોરબીમાં યુવકની ઓવરટેક કરવા મુદ્દે સોની વેપારીની હત્યા કરનાર બે શખ્સ વિરુદ્ધ...

મોરબીમાં યુવકની ઓવરટેક કરવા મુદ્દે સોની વેપારીની હત્યા કરનાર બે શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધાયો

મોરબી શહેરમાં સામાન્ય બાબતે ફરી એકવાર ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. ઓવરટેક કરવા જેવી નાની બાબતમાં યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે સમગ્ર શહેરમાં શોક અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, જતિન રસિક સોની પોતાના પરિવાર સાથે જઈ રહ્યા હતા. તે દરમિયાન સરદાર બાગ પાસે થી પસાર થતી વખતે અજાણ્યા બે શખ્સો સાથે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. આરોપીઓએ છરીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે જતિન સોનીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ પરિવારજનોમાં રડારોડ મચી ગયો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. બનાવને પગલે શહેરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

હત્યા મામલે મૃતકના મોટા ભાઈ મૌલિક સોનીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ભૂરો અને નંદો નામના બે શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, બંને આરોપીઓ હાથવેંતમાં હોવાની માહિતી મળી રહી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી અને પીઆઈ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવ્યો છે.

હત્યા પ્રકરણના ઘેરા પ્રત્યાઘાતરૂપે મોરબીમાં સોની બજાર સદંતર બંધ રાખીને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. હાલ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તીવ્ર શોધખોળ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW