HomeGujaratમચ્છુ નદી પર વધુ એક ડેમનું થશે નિર્માણ રાજ્ય સરકારે મચ્છુ 4...

મચ્છુ નદી પર વધુ એક ડેમનું થશે નિર્માણ રાજ્ય સરકારે મચ્છુ 4 ડેમ માટે મંજુર કર્યા રૂ 1.22 કરોડ

મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકાના અછત ધરાવતા 24 ગામડાઓમાં તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા મચ્છુ ચાર બેરેજ ના નિર્માણ કામગીરી માટે મંજૂરી આપવામાં આવી છે આ બેરેજ રૂ 155 કરોડના ખર્ચે તેનું નિર્માણ થશે. રાજ્ય સરકારના જળ સંપતિ વિભાગ દ્વારા મચ્છુ ચાર બેરેજ માટે રૂપિયા 1.22 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે આ ડેમની સંગ્રહ ક્ષમતા અંદાજિત 80 mcft રહે તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે મચ્છુ ચાર બેરેજ સિંચાઈથી આસપાસના 24 જેટલા ગામડાઓને ફાયદો થશે ખાસ કરીને શિયાળુ અને ઉનાળુ બે પાકમાં તેઓને સિંચાઈની સુવિધા મળતા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને મોટો ફાયદો થશે અને આ વિસ્તારમાં સિંચાઈની સગવડતા ઊભી થતા ખેતીને પણ ફાયદો થશે રાજ્ય સરકાર દ્વારા મચ્છુ ચાર બેરેજ યોજના ને મંજૂરી આપતા રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW