Wednesday, February 11, 2026
HomeGujaratમોરબીમાં આવતીકાલે અનેક વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીમાં આવતીકાલે અનેક વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતી 66 કેવી માનસર સબ સ્ટેશન ખાતે તા. 11/02/2026, બુધવારના રોજ આવશ્યક મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને કારણે નીચે જણાવેલ વિસ્તારોમાં નિર્ધારિત સમયગાળા દરમિયાન વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

માનસર 66 કેવી સબ સ્ટેશન હેઠળના ભક્તિનગર જેજીવાય, બાથકો જેજીવાય, આત્મજયોત જેજીવાય, એક્સપર્ટ ઇન્ડસ્ટ્રિયલ તેમજ સાદુરકા એજી ફીડરો પર સવારે 8:00 વાગ્યાથી બપોરે 4:00 વાગ્યા સુધી વીજ પુરવઠો સ્થગિત રહેશે. આ ફીડરોમાં આવતા ભક્તિનગર, રવાપર નદી, અમરનગર, દાદાશ્રીનગર સહિત રોડ ઉપર આવેલા કોમ્પ્લેક્સો તેમજ તમામ રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક (એચ.ટી.) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

તેમજ મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ કેરાળા જેજીવાય, રાજા તથા એરિકોન ઇન્ડસ્ટ્રિયલ ફીડરો પર પણ મેઇન્ટેનન્સ કામગીરી હાથ ધરાશે. જેના કારણે આ ફીડરોમાં સવારે 8:30 વાગ્યાથી બપોરે 4:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ ફીડરોમાં આવતા હરીપર, કેરાળા ગામો તેમજ સંબંધિત તમામ રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક (એચ.ટી.) વીજ જોડાણોને અસર થશે.

આ ઉપરાંત, જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 11/02/2026ના રોજ મેઇન્ટેનન્સ કામગીરીને પગલે 66 કેવી બેલા સબ સ્ટેશન અને 66 કેવી ગાળા સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ફીડરો પર સવારે 7:00 વાગ્યાથી સાંજે 3:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ઉપરોક્ત ફીડરોમાં આવતાં તમામ રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી તથા ઔદ્યોગિક (એચ.ટી.) વીજ જોડાણોમાં વીજ પુરવઠો ઉપલબ્ધ રહેશે નહીં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,230SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page