HomeGujaratમોરબીમાં રસ્તો ઓળંગતા યુવકને ટ્રકે હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીમાં રસ્તો ઓળંગતા યુવકને ટ્રકે હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીના માળિયા ફાટક ઓવર બ્રિજ નજીક આવેલી મશરુભાઇની ચાની દુકાન પાસે નિજામ રહીમભાઈ મોવર તેના કૌટુંબિક કાકા સાથે ઉભા હતા અને ત્યાં ચર્ચા કરી નીજામને ઇન્દિરાનગર વિસ્તારમાં કોઈ કામ હોવાથી ત્યાંથી છુટા પડ્યા હતા. જોકે નિજામ હજુ રસ્તો ઓળંગે તે પહેલા જીજે 10 ઝેડ  7453 નંબરનો ટ્રક કાળ બનીને ત્રાટક્યો હતો અને નિજામ સાથે ટ્રક અથડાયો હતો. અચાનક બનેલી ઘટનામાં યુવકને બચવાનો પણ મોકો મળી શક્યો ન હતો અને ટ્રક સીધો તેના માથા પર ચઢી જતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો ટ્રકનું વ્હીલ માથા પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવને પગલે આસપાસ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને ટ્રક ચાલકને ઘેરી લઇ પોલીસ મથક જવા સમજાવ્યો હતો બીજી તરફ મૃતકના કૌટુંબિક કાકા પણ સ્થળ પર પહોચી જઈ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી હતી અને મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW