HomeGujaratમોરબીમાં આવતીકાલે અનેક વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીમાં આવતીકાલે અનેક વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીમાં આવતીકાલે રવિવાર તા. 08/02/2026ના રોજ નવા કામની કામગીરી તેમજ ફીડર મેન્ટેનન્સના કારણે PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી હોસ્પિટલ ફીડર સવારે 09:00 વાગ્યાથી સાંજના 04:00 વાગ્યા સુધી વીજકાપ રહેશે.

આ પાવર કટ દરમિયાન વાવડી રોડ વિસ્તારના રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક સહિત જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ વિસ્તારનો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્તિ સોસાયટી, નગર દરવાજા આસપાસના શોપિંગ વિસ્તાર, સાવસર પ્લોટ વિસ્તારની તમામ હોસ્પિટલ આસપાસના વિસ્તાર તેમજ જલારામ મંદિર આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

આ ઉપરાંત જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા. 08/02/2026ના રોજ મેન્ટેનન્સ કામગીરીના કારણે 66 કેવી રંગપર-2 સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવી મોનોલીથ ઇન્ડસ્ટ્રિયલ ફીડર તેમજ ઇમ્પિરિયલ ઇન્ડસ્ટ્રિયલ ફીડર સવારે 09:00 વાગ્યાથી સાંજના 05:00 વાગ્યા સુધી બંધ રહેશે.

ઉપરોક્ત ફીડર હેઠળ આવતાં તમામ વાણિજ્યિક તથા ઔદ્યોગિક (HT) વીજ જોડાણોમાં નક્કી કરેલા સમયગાળા દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW