મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે જુના રફાળેશ્વર રોડ રામાપીરના ઢોરા પાસે રેડ કરી હતી. જ્યાં જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતો સુરેશભાઇ પ્રેમજીભાઇ છેલાણીયાને કુલ રૂ.220ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લઇ તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.