HomeGujaratમોરબીમાં 11 વર્ષીય કિશોરીને લલચાવી ફોસલાવી સાથે શખ્સે આચર્યું દુષ્કર્મ, મદદગારી માટે...

મોરબીમાં 11 વર્ષીય કિશોરીને લલચાવી ફોસલાવી સાથે શખ્સે આચર્યું દુષ્કર્મ, મદદગારી માટે મહિલા સહિત 2 સામે ફરિયાદ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રહેતા એક પરિવારની 11 વર્ષની દીકરીને લગ્નની લાલચ આપી એક શખ્સે અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના જ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અજય ભાંખોડિયા નામના શખ્સે કુમળી વયની બાળકીનું અપહરણ કર્યું હતું. બાદમાં ભોગ બનનાર બાળકીયે સમગ્ર ઘટનાની જાણ પોતાની બહેનને કરતાં પરિવારમાં હડકંપ મચી ગયો હતો.

આ મામલે બાળકીની બહેન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી અજય ભાંખોડિયા તેમજ અન્ય મહિલા આરોપી મનિષાબેન અનિલભાઈ વાલેરા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધાવી તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપીની ઉંમર અંદાજે 18 વર્ષની છે અને હાલ તેની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈ વિસ્તારમાં ભારે ચકચાર મચી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW