HomeGujaratમોરબીમાં વરીયા પ્રજાપતિ જ્ઞાતિનો 39મો સમૂહ લગ્નોત્સવ, 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે

મોરબીમાં વરીયા પ્રજાપતિ જ્ઞાતિનો 39મો સમૂહ લગ્નોત્સવ, 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે

10 ફેબ્રુઆરીએ રિવેરા સીરામિકની બાજુમાં, મોરબી-2 ખાતે યોજાશે સમૂહલગ્નોત્સવ: રાજકીય, સામાજિક આગેવાનો અને અધિકારીઓએ આપશે હાજરી

મોરબી: સામાજિક ખર્ચ ઘટાડવા અને સમૂહ ભાવના વધારવાના ઉમદા હેતુ સાથે વરીયા પ્રજાપતિ જ્ઞાતિ મોરબી દ્વારા આગામી 10 ફેબ્રુઆરી 2026ને મંગળવારના રોજ ભવ્ય ૩૯મો સમૂહ લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ પ્રસંગે જ્ઞાતિના 24 નવદંપતીઓ એકસાથે પ્રભુતામાં પગલાં પાડશે.

ક્યારે અને ક્યાં યોજાશે પ્રસંગ?

આ સમૂહ લગ્નનું આયોજન મહા વદ-8 (10-02-2026) ના રોજ એસ્ટ્રોન સિરામિકની પાછળ રિવેરા સીરામિકની બાજુમાં, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

કાર્યક્રમોની વિગત:

સવારે 5:30 કલાકે: ગણેશ સ્થાપના સાથે મંગલ શરૂઆત થશે, સવારે 8:15 કલાકે: સામૈયા અને જાનનું સ્વાગત કરવામાં આવશે, સવારે 9:30 કલાકે સમારંભમાં પધારેલા મહેમાનો અને સંતો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવશે, સવારે 10:15 કલાકે હસ્ત મેળાપની મુખ્ય વિધિ થશે, બપોરે 01:15 કલાકે નવદંપતીઓને કરિયાવર ભેટ આપી વિદાય આપવામાં આવશે.

સંતો અને મહાનુભાવોની હાજરી:

આ મંગલ પ્રસંગે આશીર્વાદ આપવા માટે પ.પૂ. મેહુલદાસ બાપુ અને યોગી જ્યોતનાથજી બાપુ ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નાથાભાઈ સવાડિયા અને સહ-અધ્યક્ષ તરીકે માવજીભાઈ વારેવડીયા ઉપસ્થિત રહેશે.

ભવ્ય કરિયાવરની ભેટ:

જ્ઞાતિના ઉદાર દાતાઓ તરફથી નવદંપતીઓને નવો ઘર-સંસાર વસાવવા માટે જરૂરી તમામ ચીજવસ્તુઓ ભેટમાં આપવામાં આવી છે. જેમાં સોના-ચાંદીના દાગીના, સ્ટીલના વાસણો, કબાટ, પલંગ, ગાદલાં, મિક્સર, ઈસ્ત્રી, ગેસ સ્ટવ અને રસોડાની નાની-મોટી 120થી વધુ વસ્તુઓનો સમાવેશ થાય છે.

વિશેષ આકર્ષણ: પુસ્તક પ્રદર્શન

લગ્નની સાથે જ્ઞાતિમાં શિક્ષણ અને વાંચનનો વ્યાપ વધે તે માટે આ વખતે ખાસ પુસ્તક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે આ લગ્નોત્સવનું વિશેષ આકર્ષણ બની રહેશે.

વરીયા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ મોરબીના પ્રમુખ ગોકળભાઈ ભોરણીયા, ઉપપ્રમુખ પ્રવિણભાઈ વારનેશીયા અને સમગ્ર સમિતિ આ આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW