HomeGujaratમોરબી મહાનગર પાલિકા ખાખરેચી દરવાજા ખાતે 2.5 કરોડના ખર્ચે ગ્લો ગાર્ડનનું નિર્માણ...

મોરબી મહાનગર પાલિકા ખાખરેચી દરવાજા ખાતે 2.5 કરોડના ખર્ચે ગ્લો ગાર્ડનનું નિર્માણ કરશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા નગરજનોને લાઇટિંગ સહિતની સુવિધાઓથી ભરપૂર ફરવાનું નવું સ્થળ મળી રહે તે માટે મોરબી મનપાની ઇલેક્ટ્રીક શાખા એ ગ્લો ગાર્ડનની પ્રાથમિક તબક્કાની ટેન્ડર પ્રોસેસ પૂર્ણ કરી છે, આગામી સમયમાં આ કામગીરી ને શરૂ કરવામાં આવનાર છે, મોરબીમાં ગ્લો ગાર્ડન બનાવવાની ટેન્ડર પ્રક્રિયા ઈલેક્ટ્રીક શાખા એ પૂર્ણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રીક શાખા દ્વારા ખાખરેચી દરવાજા પાસે ગ્લો ગાર્ડન બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા મનપાની ઇલેક્ટ્રીક શાખા એ પૂર્ણ કરી છે, આગામી સમયમાં રૂ. 2.5-/ કરોડના ખર્ચે ગ્લો ગાર્ડન ની ભેટ મોરબી મહાનગરપાલિકા દ્વારા નગરજનોને આપવામાં આવશે,

આ અદ્યતન ગ્લો ગાર્ડનમાં વિવિધ પ્રકારની લાઇટિંગની ગોઠવણ કરવામાં આવનાર છે, ગ્લો ગાર્ડનમાં જુદા જુદા શેડમાં લાઇટિંગ ડેકોરેશન નગરજનોને જોવા મળશે જેમાં આધુનિક ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવશે, ગ્લો ગાર્ડન થકી મોરબી શહેરમાં ખાખરેચી દરવાજા વિસ્તારમાં અત્યાધુનિક ફરવા લાયક નવું નજરાણું શહેરીજનો ને મળી રહેશે, તેની ટેન્ડર પ્રક્રિયા સહિતની પ્રાથમિક તબક્કાની કામગીરી હાલ ઈલેક્ટ્રીક શાખા એ પૂર્ણ કરી છે, આગામી સમયમાં લાઇટિંગ ડેકોરેશન, વાયરીંગ, જુદા જુદા પ્રકારના શેડ સહિતની કામગીરી શરૂ કરવામાં આવનાર છે , ઈલેક્ટ્રીક શાખાની આ કામગીરી પૂર્ણ થયે મોરબીના નગરજનોને ફોટોશૂટ, સેલ્ફી પોઇન્ટ મળી રહે તે માટે એક અધ્યતન સુવિધા યુક્ત ગ્લો ગાર્ડન ની કામગીરીની શરૂઆત આગામી સમય માં કરવામાં આવશે , આ કામગીરી માટે હાલ ઇલેક્ટ્રિક શાખા દ્વારા રોડમેપ તૈયાર કરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી આગામી સમયમાં ગ્લો ગાર્ડનની કામગીરી શરૂ કરવામાં આવનાર છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW