રાજ્ય સરકારના અનઅધિકૃત બાંધકામe શરતો આધીન રેગ્યુલાઈઝ કરવા ઈમ્પેક્ટ કાયદા અનુસાર પ્રકિયા કરવામાં આવે છે ત્યારે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી જે અરજદારોએ બાંધકામમાંથી સરકારની શરતો આધીન રેગ્યુલાઈઝ કરવા GRUDA (ઇમ્પેક્ટ ફી) અંતર્ગત અરજી કરેલ હોય અને તેમાં ૧૯૭૧ની વિકાસ યોજના (ડીપી)ની હદમાં સમાવિષ્ટ વિસ્તારોની અરજીમાં પૂરતા દસ્તાવેજો રજૂ કરેલ ન હોય તેવા કિસ્સાઓમાં અગાઉ જરૂરી દસ્તાવેજ રજૂ કરવા પત્ર પાઠવેલ, પરતું જે અરજદારો જરૂરી પૂરક દસ્તાવેજો રજૂ કરેલ ન હોય તેવા અરજદારોને પુન: પત્ર પાઠવી બીજી તક આપવામાં આવી છે
સંબંધિત તમામ અરજદારોએ આ પત્રમાં જણાવ્યા અનુસાર મુજબના બાકી રહેલા તમામ જરૂરી દસ્તાવેજો અને પૂરતા કાગળો મોરબી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામાં જમા કરાવી દેવા જેથી ઝડપથી રેગ્યુલરાઇઝ કરવાની કાર્યવાહી પૂર્ણ કરી શકાય.
આ ઉપરાંત, મોરબી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ તથા ફાયર શાખા દ્વારા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા મકાનો કે જેમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેવા તમામ હોટેલ તથા મલ્ટીપ્લેક્ષ/થિયેટરમાં નોટિસ આપવામાં આવેલ તેવા પ્રકારના બાંધકામના સંચાલકોએ જરૂરી વિકાસ પરવાનગી (Development Permission) તથા અન્ય જરૂરી મંજૂરીના આધારભૂત દસ્તાવેજો ટાઉન પ્લાનિંગ શાખામાં જમા કરાવવાના રહેશે. જો નિયત સમયમાં સંબધિત વ્યક્તિઓ દ્વારા રજૂ કરવામાં નિષ્ફળ રહેશે તો મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

