HomeGujaratમોરબીના ઉમા પાર્ક સોસાયટીમાં છઠ્ઠા માળેથી પડી જવાથી વૃદ્ધ મહિલાનું કરુણ મોત

મોરબીના ઉમા પાર્ક સોસાયટીમાં છઠ્ઠા માળેથી પડી જવાથી વૃદ્ધ મહિલાનું કરુણ મોત

મોરબી શહેરના અવની ચોકડી નજીક આવેલી ઉમા પાર્ક સોસાયટીમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. સોસાયટીમાં રહેતા ધનગૌરીબેન ચંદુલાલ ઘુમલીયા (ઉંમર 66 વર્ષ) ગઈકાલના રોજ કપડાં સુકવવા માટે છઠ્ઠા માળે ગયા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા કારણોસર તેમનો સંતુલન બગડતાં તેઓ અગાસી પરથી નીચે પટકાયા હતા. નીચે પડતાં જ તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમનું કરુણ અવસાન થયું હતું. આ બનાવની જાણ થતાં મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ તેના મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW