HomeGujaratહળવદમાં કારખાનામાંથી પકડાયેલા ગૌમાસ મામલે 3 મહિલા સહિત 8 સામે ગુનો દાખલ

હળવદમાં કારખાનામાંથી પકડાયેલા ગૌમાસ મામલે 3 મહિલા સહિત 8 સામે ગુનો દાખલ

હળવદ શહેરના શિવ બંગ્લોઝ વિસ્તારમાં રહેતા કિરણકુમાર રજનીકાંત પંડ્યા દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ આરોપી અલીમ ફકીરશા, આમીન નસીરખાન સૈયદ, યુનુસઅલી સુલતાનઅલી સૈયદ, સલમાબેન રાજઅલી, રૂક્ષાર આમીન અને અનિશા નયદરશીદ સૈયદ (બધા હળવદ જીઆઇડીસીની રોશની કેમ નામની મીઠાના કારખાનાના મજૂર ક્વાર્ટરમાં રહેતા) તેમજ ઈકબાલ જમાલભાઈ ખાટકી (રહે. ધાંગધ્રા, જી. સુરેન્દ્રનગર) અને યાસીનભાઈ રહીમભાઈ ઘાંચી (રહે. હળવદ) દ્વારા કાયદેસર રીતે પ્રતિબંધિત ગૌવંશના માંસની હેરાફેરી કરવામાં આવી હતી.

આરોપીઓએ ગૌમાંસ ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે કાપી લાવી, વાસણોમાં બાફી અને રાંધી તૈયાર કર્યું હતું. ઉપરાંત, આરોપી યાસીનભાઈના કબજાવાળા રૂમ તથા તેના ધાબા પર ગૌમાંસ અને તેના અવશેષો રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ સમગ્ર મામલે હળવદ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW