HomeGujaratમોરબી-સુરેન્દ્રનગરમાં પ્રોહીબીશન ગુનાનો એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી-સુરેન્દ્રનગરમાં પ્રોહીબીશન ગુનાનો એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી તેમજ સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહીબીશનના ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલો આરોપી અંતે પોલીસના હાથે ઝડપાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગોપાલગઢ ગામ, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગરનો રહેવાસી વિપુલભાઈ સોમાભાઈ લોદરીયા છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો હતો. આ આરોપીની શોધખોળ માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ કાર્યરત હતો. દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે કાર્યવાહી કરી ટીંબડી બસ સ્ટેન્ડ નજીકથી પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી વિપુલભાઈ લોદરીયા (ઉ.વ. 26)ને ઝડપી લઇ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW