HomeGujaratમોરબીના જેતપર રોડ પર ઇકો કારની ટક્કરથી યુવકનું મોત, કાર ચાલક સામે...

મોરબીના જેતપર રોડ પર ઇકો કારની ટક્કરથી યુવકનું મોત, કાર ચાલક સામે ફરિયાદ

માળીયાના મોટાભેલા ગામના રહેવાસી ભરતભાઈ મગનભાઈ સરડવાએ GJ-36-AL-1909 નંબરના ઇકો કારના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ મોરબીના જેતપર જુના દેવળીયા રોડ પર આરોપી ઇકો કાર (રજી. નં. જીજે-૩૬-એએલ-૧૯૦૯) ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી ભરતભાઈના પુત્રના હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (રજી. નં. જીજે-૩૬-એઈ-૨૫૨૫) ને ટક્કર મારી હતી.

અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાને લઈ મૃતકના પિતાએ આરોપી કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW