HomeGujaratમોરબીમાં ફાયર વિભાગે એક સપ્તાહમાં 172 કોમર્શીયલ અને 34 સમાજવાડીમાં ફાયર સીસ્ટમની...

મોરબીમાં ફાયર વિભાગે એક સપ્તાહમાં 172 કોમર્શીયલ અને 34 સમાજવાડીમાં ફાયર સીસ્ટમની ચકાસણી કરી

મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા GT તા.13 ના રોજ એલ.ઈ.કોલેજ ગ્રાઉન્ડ ખાતે ફાયર એન્ડ ઇમરજન્સી સ્ટાફની સતર્કતા હેતુ હાઇડ્રન્ટ ડ્રિલ કરવામાં આવી. અને તા. 13 થી 19  જાન્સુયુઆરી દરમિયાન  5  ઇન્ડસ્ટ્રીઝમાં 95 માણસોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ઉપરાંત પ્રિવેન્શનના એક્ટીવીટીના  ભાગ રૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગનું  ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગનેનોટીસ આપવામાં આવી અને  પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. અગાઉ અપાયેલ નોટીસના પગલે 172 કોમ્પ્લેક્ષ અને 34 સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ તથા કામગીરી ચાલુ કરેલ છે અને આ સમયમાં 07 ફાયર સેફટી  અપ્રુવલ માટેની અરજી આવેલ જે આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરેલ છે. આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનો નો યોગ્ય ઉપયોગ કરવા અને કોઈ પણ ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય.

મોરબીમાં 02 રેસ્ક્યુ કોલ તેમજ મોરબીમાં આગ લાગવાના બનાવ બને તેમાં ફાયરના જવાનો ફુલ (PPE)આધુનિક સાધનો દ્વારા હેલ્મેટ, ગમબૂટ, વન લેયર શૂટ, હેન્ડ ગ્લોઝ પહેરીને ફાયર ફાઈટીંગ કરવામાં આવે છે. આવી કોઈ દુર્ઘટના સમયે આપ મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસ-02822 230050 અને 101 તથા 112 પર સંપર્ક કરી શકશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW