વાંકાનેરના મેસરીયા ગામે રહેતા રમેશભાઇ રાજાભાઇ વાળાએ આરોપી પ્રકાશભાઇ વાલાભાઇ બેડવા સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે,આજથી બે માસ અગાઉ રમેશભાઇના કાકાના દિકરા કામે જતા હોય ત્યારે તેના બાઈકની ચાવી આ આરોપીએ લઇ લીધેલ હોય જેથી રમેશભાઇ તેને સમજાવા ગયેલ અને ઠપકો આપેલ હોય અને ચાવી પાછી લઇ લીધેલ જે વાતનો ખાર રાખી રમેશભાઇના પત્નિ સાહેદ-ગૌરીબેન તેમના ભાઇના ઘરે જતા હોય ત્યારે આ કામના આરોપીએ પોતાના હવાલા વાળી ઇકો ગાડી લઇને આવી રમેશભાઇની પત્નિનો પીછો કરી બાદ પાછળથી પુરઝડપે ઇકો ગાડી ચલાવી આવી રમેશભાઇની પત્નિને સાઇડ માથી ભટકાડી ગટરમા પાડી દઇ સામાન્ય ઇજા પહોચાડી તેમજ રમેશભાઇને ગાડી ચડાવી મારી નાખવા છે તેવી ધમકી આપી ગાળો આપો હતી. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ આધારે આરોપી સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

