HomeGujaratવિદ્યાર્થીની બેગમાં દારૂ મળતાં હડકંપ, પોલીસ ચોકીમાં જમા કરાવેલો દારૂ મહિલા લઇ...

વિદ્યાર્થીની બેગમાં દારૂ મળતાં હડકંપ, પોલીસ ચોકીમાં જમા કરાવેલો દારૂ મહિલા લઇ જતા વિવાદ

રાજ્યમાં દારૂ બંધીના કડક અમલવારી ના દાવાની તમામ જિલ્લાના ગામડાઓમાં પોલ અવાર નવાર ખુલતી હોવા મળે છે ક્યારેક જાહેરમાં દારૂ પી ને દંગલ કરતા લોકોના વિડીયો સામે આવતા હોય છે તો ક્યારેક ખુલ્લે દારૂ વેચાતો હોય તેવી ઘટના સામે આવતી હોય છે. બોલીવૂડ ફિલ્મ રઈસમાં બાળકો સ્કુલ બેગમાં પોલીસની નજર સામે દારૂની બોટલ હેરાફેરી કરતા હોય છે તેવા દ્રશ્ય ફિલ્મમાં આવ્યા હતા. હવે ગુજરાતમાં ફિલ્મી દ્રશ્ય હકીકત બનીને સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના સરામાં સામે આવ્યો હતો જેમાં સ્કૂલે જતા એક વિદ્યાર્થીને ગ્રામજનોએ અટકાવીને બેગ ચેક કરતા બેગમાં પુસ્તકોને બદલે દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. આ પોટલીઓ ગ્રામજનોએ પોલીસ ચોકીમાં જમા કરાવી તો બે હોમગાર્ડની હાજરીમાં મહિલા બુટલેગર મુદ્દામાલ લઇ ગઇ હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો ઉપવાસ પર બેઠા છે.

મૂળી તાલુકાના સરા ગામે ખુલ્લેઆમ દારૂના વેચાણને લઇને આજે વહેલી સવારે કેટલાક યુવાનો એકઠા થયા હતા. જેમણે સ્કૂલે જતાં એક વિદ્યાર્થીને અટકાવ્યો હતો અને એની સ્કૂલ બેગની તપાસ કરતાં બેગમાં પુસ્તકોના બદલે દારૂની પોટલીઓ હતી. જેથી રોષે ભરાયેલા લોકો દારૂની પોટલીઓ લઇને સરા પોલીસ ચોકીએ પહોંચ્યા હતા. જોકે, પોલીસની હાજરીમાં મહિલા બુટલેગર આ મુદ્દામાલ લઇ ગઇ હતી તેવા આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે.

જોકે આ અંગે મીડિયા કર્મીઓ દ્વારા પોલીસનો સંપર્ક કરતા તેઓ બચાવ કરતા જણાવ્યું હતું કે મુદ્દામાલ કોઈ મહિલા બુટલેગર લઈ ગઈ હોવાના આક્ષેપો અંગે તેમણે જણાવ્યું કે, મુળીના સરા ગામમાં એક બાળકની બેગમાં દેશી દારૂની થેલીનો વીડિયો વાયરલ થયો છે, તેની તપાસ હાલમાં ચાલુ છે.આ કેસમાં સંડોવાયેલા એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવા કિસ્સામાં લોકોએ 112માં કોલ કરી પોલીસનો સંપર્ક કરવો જોઈતો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW