HomeGujaratGPCBની મહેરબાનીથી પ્રદુષણ માફિયા મસ્ત,! નદીમાં ઠલવાત પ્રદુષિત પાણી મુદ્દે ગ્રામજનોની ભૂખ...

GPCBની મહેરબાનીથી પ્રદુષણ માફિયા મસ્ત,! નદીમાં ઠલવાત પ્રદુષિત પાણી મુદ્દે ગ્રામજનોની ભૂખ હડતાળની ચીમકી

મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં હવાનું પ્રદુષણ સતત વધી રહ્યું છે ફેક્ટરીમાં થી નીકળતા ધુમાડા અને રજકણોથી શહેરનો એર ક્વોલીટી ઇન્ડેક્ષ વહેલી સવારે કે રાત્રીના 100 થી 150 પોઈન્ટ સુધી પહોચી રહ્યો છે તો નાના મોટા વોકળા અને નદીમાં પણ કેમિકલ યુક્ત પાણી ઠાલવી પ્રદુષણ માફિયા તેને પણ ગંદુ કરી રહ્યા છે  લોકો સ્વસ્થ હવ અને પાણી માટે ગામડામાં જવાનું પસંદ કરે છે જોકે જીપીસીબીની  પ્રદુષણ માફિયા પર કઈક વધારે જ મીઠી નજર હોય તેમ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ આ પ્રદુષણ માફિયા પહોચી ચુક્યા છે અને તેનું ઉદાહરણ હાલ ગોર ખીજડીયા ગામમાં જોવા મળી રહ્યું હતું

મચ્છુ નદીના કાંઠે આવેલું ગામ એક સમયે સ્વસ્થ હવા અને પાણીવાળું હતું જોકે જયાથી અહી પેપરમિલ ની એન્ટ્રી શરુ થઇ ત્યારથી હવે આ પ્રદુષણ થી આ  ગ્રામ્ય વિસ્તાર પણ બાકાત રહ્યો નથી. ગોર ખીજડીયા ગામમાં અવાર નવાર આસપાસની ફેક્ટરીમાંથી કેમિકલ યુક્ત પાણી છોડવાની ફરિયાદ કરવામાં આવતી હોય છે જોકે દર વખતે તંત્ર માત્ર નમુના લેવાનું નાટક કરે છે જોકે આ નમુના લેબમાં મોકલાયા છે કે કેમ અને જો મોકાયા તો તેનો રીપોર્ટ આવ્યા બાદ તેની સામે કાર્યવાહી થાય છે કે કેમ તેવા સવાલ છે  આવર નવાર કરેલી રજૂઆત બાદ પણ કોઈ એક્શન ન લેવાતા હવે ગોર ખીજડીયા ગામના લોકો રોષે ભરાયા છે
ગામ નજીક આવેલી પેપર મિલોના ગંભીર પ્રદૂષણ સામે કડક વલણ અપનાવ્યું છે. કારખાનાઓમાંથી નીકળતા ધુમાડા  અને ખુલ્લેઆમ બહાર નાંખવામાં આવતાં કેમિકલથી ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શ્વાસની તકલીફ, પાણી અને ખેતી પર અસર સહિત આરોગ્ય જોખમો વધતા હોવાના ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમ મોરડીયાએ આક્ષેપ કર્યા છે .

આ મુદ્દે અગાઉ સરપંચ દ્વારા GPCBથી લઈ NGT સુધી રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા રસ્તારોકો આંદોલન પણ થયું, છતાં હજી સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી—એવો આક્ષેપ છે. પરિણામે તંત્રની બેદરકારી સામે રોષ વધ્યો છે. પરિસ્થિતિમાં તાત્કાલિક સુધારો ન થાય તો આગામી ૨–૩ દિવસમાં સરપંચ સહિત ગ્રામજનો ભૂખ હડતાળ પર બેસશે તેવી કડક ચીમકી આપવામાં આવી છે. ગ્રામજનોએ દૂષિત કારખાનાઓ સામે તાત્કાલિક કાર્યવાહી, પ્રદૂષણ નિયંત્રણ અને આરોગ્ય સુરક્ષાની માગ સાથે સ્પષ્ટ કર્યું છે કે હવે સહનશક્તિની હદ પૂરી થઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW