HomeGujaratમોરબીના રવાપર નજીક 11 માં માળેથી કુદી 16 વર્ષીય સગીરાનો આપઘાત

મોરબીના રવાપર નજીક 11 માં માળેથી કુદી 16 વર્ષીય સગીરાનો આપઘાત

મોરબીનાં રવાપર ઘૂનડા રોડ પર આવેલ કસોરા એપાર્ટમેન્ટના 11 માં માળે થી 16 વર્ષીય સગીરાએ નીચે કુદી આપઘાત કર્યો હતો બનાવ બાદ સગીરાના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જયારે ફરજ પરના તબીબોએ મૃતદેહનો પોસ્ટ મોર્ટમ કરી ઘટના અંગે એ  ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં સગીરાને અભ્યાસનું ટેન્શન રહેતું હોય અને આ ટેન્શનમાં આવી સગીરાએ મોતને વ્હાલું કર્યું હતું.

બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરના રવાપર ઘૂનડા રોડ પર આવેલા કસોરા 11 નામના એપાર્ટમેન્ટના  બ્લોક નંબર 503માં રહેતા સુનિલભાઈ માલાસણાની 16 વર્ષીય પુત્રી દેવાંગી સુનીલભાઈએ ઉતરાયણ પર્વના દિવસે  વહેલી સવારે બિલ્ડિંગની છત પરથી ઝંપલાવ્યું હતું. 11મા માળેથી પટકાવાને કારણે ગંભીર ઈજાઓ થતા સગીરાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.તપાસ અને કાર્યવાહી ઘટનાની જાણ થતા જ મોરબી એ-ડિવિઝન પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તપાસ અધિકારી વિપુલ ફુલતરિયાની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, મૃતક દેવાંગી છેલ્લા કેટલાક સમયથી અભ્યાસનું ટેન્શન રહેતું હોય અને  આ ટેન્શનમાં જ તેણે ગંભીર પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW