HomeGujaratવાંકાનેરની ફેક્ટરીમાં રૂપિયાની લેતી દેતી મુદ્દે કોન્ટ્રાકટરે કારખાનું માથે લીધું, 12...

વાંકાનેરની ફેક્ટરીમાં રૂપિયાની લેતી દેતી મુદ્દે કોન્ટ્રાકટરે કારખાનું માથે લીધું, 12 જેટલા શખ્સોએ મશીનરી, માલસામાનમાં તોડફોડ કરી

મોરબીના રવાપર રોડ પર આવેલ નરસંગ સોસાયટીમાં અને વાંકાનેર ના વઘાસીયા ખાતે ક્રુષો ગ્રેનેટો નામની સિરામિક ફેક્ટરી ધરાવતા  આનંદભાઈ રમેશભાઈ વાધડીયા ગત તા 12 ના રોજ ધંધાકીય કામથી હિમંતનગર ગયા હતા ત્યારે તેમની ફેકટરીમાં અગાઉ મજુર રાખવાનો કોન્ટ્રાકટ રાખતો ભીષ્મ પાંડે,પ્રકાશ ભરવાડ અને શશી પ્રકાશ તેમજ અન્ય અજાણ્યા શખ્સો આઈસર ટ્રક એક કારમાં  તેમના કામના બાકી નીકળતા રૂપિયા લેવા ફેકટરીએ ગયા હતા અને સિક્યુરિટી ગાર્ડ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી જેથી સિક્યુરીટી ગાર્ડને પોલીસની મદદ લેવા જણાવતા સિક્યુરીટી ગાર્ડે 112માં કોલ કરી મદદ માગી હતી આ દરમિયાન તમામ લોકો ફેક્ટરીમાં બળજબરીથી ઘૂસી તેની સાથે લઈને આવેલા જીજે 23 વાય 7412 નંબરના આઈસરમાં મશીનરી અને ફેક્ટરીનો તૈયાર સામાન ભરવા લગાયા હતા ગાર્ડે તેમને રોકતા ભીષ્મે જણાવ્યું કે  આનંદભાઈ કૈલાએ  અમારી મજુરીના રૂપિયા અમને આપેલા નથી એટલે તેની સાથે ફોન પર વાત કરતા ફેકટરીમાંથી જોઈએ તે સામાન ભરી જવા જેથી અમારા રૂપિયાના બદલામાં સામાન લેવા આવ્યા છીએ જેથાય તે કરી લેજો કહી મશીનરીમાં તોડ ફોડ કરી હતી જે બાદ ફેકટરીમાં હાજર કુલ્દીપભાઈએ પોલીસની મદદ માગત આ શખ્સોએ જે સામાન ભર્યો હતો તે ખાલી કરી આઈસર ત્યાં મૂકી નીકળી ગયા હતા.

બનાવ બાદ તપાસ કરતા આરોપીઓએ પ્રેસ વિભાગની પેનલમાં તોડફોડ કરી હોવાનું તેમજ કિલન વિભાગમાં પણ કોપર વાયર અને કન્ટ્રોલ વાયર કાપી નાક્ખી નુંઉક્ષાના કર્યા હોવાનું  સામે આવતા તેઓએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ભીષ્મ પાંડે,પ્રકાશ ભરવાડ,શશી પ્રકાશ અને આનંદ કૈલા સામે નામજોગ જયારે 8 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW