ટંકારા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટંકારાના રોહીશાળા ગામની સીમમાં જાહેર સ્થળે તીનપત્તીનો જુગાર રમાતો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ પોલીસે ત્યાં રેઇડ કરી બે ઈસમો રસીકભાઈ જેઠાભાઈ રૈયાણી (ઉ.વ. 46, રહે. રોહીશાળા, તા. ટંકારા) અને કૃષ્ણસિંહ ઉર્ફે શક્તિસિંહ ભવાનસિંહ ઝાલા (ઉ.વ. 41, રહે. નેકનામ, તા. ટંકારા)ને ઝડપી પાડ્યા હતા.
તપાસ દરમિયાન તેમના પાસેથી રોકડ રૂ. 6,500 તથા મોબાઇલ ફોન નંગ-02 કિંમત રૂ. 10,000એમ કુલ રૂ. 16,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રેઇડ દરમ્યાન અન્ય ત્રણ ઈસમો જયેશભાઈ નારણભાઈ દલસાણીયા (રહે. નેકનામ, તા. ટંકારા), શક્તિવનભાઈ છગનભાઈ ભોરણીયા (રહે. રોહીશાળા, તા. ટંકારા, જી. મોરબી) તથા અંકિતભાઈ ધીરુભાઈ જાદવ (રહે. નેકનામ, તા. ટંકારા) સ્થળ પરથી નાસી ગયા હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

