મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ શ્રીજીપાર્ક-રવીપાર્કની બાજુમાં આવેલા વાવડી રોડ વિસ્તારમાં રહેતા ફારુકભાઈ મોહમદભાઈ ગલેરીયાએ એક વર્ષ અગાઉ આદિલભાઈ (રહે. શ્રીજીપાર્ક–રવીપાર્કની બાજુ, વાવડી રોડ, મોરબી) પાસેથી રૂ. એક લાખની રકમ ઉછીની લીધી હતી. જેમાંથી અડધી રકમ તેમણે પરત ચુકવી દીધી હતી, જ્યારે બાકી રકમ મંદીની પરિસ્થિતિને કારણે ચૂકવી શક્યા ન હતા.
બાકી રકમ તાત્કાલિક ચૂકવવા બાબતે સામેવાળાએ વારંવાર ફોન દ્વારા ધમકીઓ આપતા હોવાથી ભોગ બનનાર માનસિક રીતે કંટાળી ગયા હતા. આ કારણે તેમણે પોતાના ઘરે જાતે ફિનાઇલ પી લેતાં તેમની તબિયત બગડી હતી. બાદમાં તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં હાલ બેભાન હાલતમાં સારવાર હેઠળ દાખલ કરાયા હોવાની માહિતી મળી રહી છે.

