HomeGujaratમોરબીમાં મીતાણા ચોકડી થી બેડી ચોકડી (રાજકોટ શહેર) તરફ આવવાના માર્ગ પર ભારે...

મોરબીમાં મીતાણા ચોકડી થી બેડી ચોકડી (રાજકોટ શહેર) તરફ આવવાના માર્ગ પર ભારે વાહનોને પ્રવેશબંધી

રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર રીઝનની વાઈબ્રન્ટ સમીટ ના આયોજનમાં વડાપ્રધાન તા. 11ના  રોજ રાજકોટ શહેરની મુલાકાતે આવતા હોય  અને આ સમિટ  દેશ- વિદેશના અનેક નામંકિત ઉદ્યોગપતી, વી.આઈ.પી./વી.વી.આઈ.પી. મહેમાનો અને પ્રતિનિધિઓ પણ જોડાતા હોય  જેથી પ્રધાનમંત્રીની રાજકોટ શહેર ખાતેની મુલાકાત દરમિયાન અને વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સૂચારૂ રૂપે  જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીના જિલ્લામાં સમાવેશ થતા મીતાણા ચોકડી થી બેડી ચોકડી (રાજકોટ શહેર) તરફ આવવાના માર્ગ પર ભારે વાહનોની અવર જવર બંધ કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામાં અનુસાર મીતાણા ચોકડી થી બેડી ચોકડી (રાજકોટ શહેર) રસ્તાઓ પર તા. 11-01-2026 સુધી સવારના- 08 થી તા. 15 -01 -2026 સુધી રાત્રી ના 11 સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે અને તેના ભાગરૂપે  વૈકલ્પિક રૂટ નં.1  મીતાણા  ચોકડી થી અમદાવાદ આવવા-જવા માટે
મીતાણા ચોકડી થી અમરસર ફાટક (વાંકાનેર) થી સીંધાવદર થી કુવાડવા ગામ થી રાજકોટ- અમદાવાદ હાઈવે પર અવર-જવર કરી શકાશે.

વૈકલ્પિક રૂટ નં.02  મીતાણા ચોકડી થી રાજકોટ આવવા-જવા માટે:-
મીતાણા ચોકડી થી અમરસર ફાટક (વાંકાનેર) થી સિંધાવદર થી કુવાડવા ગામથી ગ્રીનલેન્ડ ચોકડીથી આજીડેમ ચોકડી થી ગોંડલ ચોકડી તરફ અવર જવર કરી શકાશે. મીતાણા ચોકડી થી પડધરી થી ઘંટેશ્વર થી ટી- પોઈન્ટ થી નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ  થી કટારીયા ચોકડી થી રાજકોટ શહેર તરફ અવર-જવર કરી શકાશે

આ જાહેરનામું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો, ઇમરજન્સી વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ. આ જાહેરનામાનો ભંગ કરવો શિક્ષાને પાત્ર છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW