HomeGujaratમોરબી આઈટીઆઈ કચેરી ખાતે યોજાયો ક્લસ્ટર રોજગાર મેળો,બે જિલ્લાના 788 ઉમેદવારને મળ્યા...

મોરબી આઈટીઆઈ કચેરી ખાતે યોજાયો ક્લસ્ટર રોજગાર મેળો,બે જિલ્લાના 788 ઉમેદવારને મળ્યા લેટર

મોરબીમાં જિલ્લા રોજગાર કચેરી મોરબી તથા સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે મોરબી આઈ.ટી.આઈ ખાતે ક્લસ્ટર કક્ષાનો મેગા જોબ ફેર યોજાયો હતો. આ મેગા જોબ ફેરમાં સુરેન્દ્રનગર જિલ્લાના 13 અને મોરબી જિલ્લાના 25 મળી કુલ 38 નોકરી દાતાઓ અને સુરેન્દ્રનગર જિલ્લાના 276 તથા મોરબી જિલ્લાના 696 ઉમેદવારો મળી 972 ઉમેદવારો રોજગારી મેળવવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના 211અને મોરબી જિલ્લાના 577મળી 788 ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપી નામાંકિત કંપનીઓમાં સ્થળ પરથી જ રોજગારી મેળવી હતી.

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ નિયામક, રોજગાર અને તાલીમની કચેરી-ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી – મોરબી તથા સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત ક્લસ્ટર કક્ષાના મેગા જોબ ફેરનો જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો હતો. નોકરી દાતાઓએ સ્થળ પર જ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઈ યોગ્ય ઉમેદવારોની પસંદગી કરી હતી. મોરબી જિલ્લા રોજગાર અધિકારી મનિષાબેન સાવનિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર કચેરી મોરબી તથા સુરેન્દ્રનગરની ટીમ એ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ જોબ ફેરનો જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ શુભારંભ કરાવ્યો હતો. આ તકે ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW