HomeGujaratમોરબીમાં આગજનીની ત્રણ ઘટના ફાયર ની ટીમ દોડતી થઈ સદનસીબે જાન...

મોરબીમાં આગજનીની ત્રણ ઘટના ફાયર ની ટીમ દોડતી થઈ સદનસીબે જાન હાની ટળી

મોરબી શહેરમાં અને લજાઈની એક ફેકટરીમાં આગની ઘટના બની હતી જેને પગલે મોરબી ફાયર વિભાગની ટીમ એક સ્થળેથી બીજા સ્થળે આગ પર કાબુ મેળવવા દોડતી થઈ હતી ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો તમામ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઇ ન હોવાનું સામે આવ્યું હતું

મળતી માહિતી મુજબ મોરબી નજીક લજાઈ ગામમાં આવેલી બીજ કોર્પોરેશન નામની ફેકટરીમાં સવારના સમયે કોઈ કારણસર આગ લાગી હતી જે બાદ આગ વિકરાળ બની બેકાબુ બનતા મોરબી ફાયર વિભાગની ટીમની મદદ માટે કોલ આવતા મોરબી ફાયર ની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો બીજી એક ઘટનામાં લાલપર ગામ નજીક વન વિભાગ દ્વારા કરાયેલ ફૂલ છોડ વાવેતર તેમજ પાસેની અન્ય જાળી જાખરામાં આગ લાગી હતી તો ત્રીજી એક ઘટના મોરબી શહેરથી ઘુંટુ રોડ હરીૐ સોસાયટીની સામે પંચરની દુકાને પડેલા ટાયરમાં આગ લાગી હતી આ ઘટનામાં મોટા પાયે ટાયર નો જથ્થો તેમજ દુકાનનો સામાન પણ બળીને ખાખ થાય ગયો હતો આ બન્ને ઘટનામાં પણ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW