HomeGujaratધી મોરબી પીપલ્સ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી લી ના નવા હોદ્દેદારો માટે...

ધી મોરબી પીપલ્સ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી લી ના નવા હોદ્દેદારો માટે 28 મી ચૂંટણી, ચાલુ હોદેદારો પર ભ્રષ્ટ્રાચારના આક્ષેપ

ધી મોરબી પીપલ્સ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી લી ના વ્યવસ્થાપક સમિતિના સદસ્યોની ચૂંટણી આગામી 28 ડીસેમ્બરના રોજ સવારે 9થી 3 દરમિયાન મતદાન યોજાવવાનું છે આમ તો આ સહકારી મંડળીની ચૂંટણી માત્ર તેના સભ્યો પુરતી સમિત હોવાથી  કોઈ ચર્ચામાં આવતી નથી જોકે આ વખતે આ ચૂંટણીમાં પૂર્વ હોદેદારો પર ભ્રષ્ટ્રાચારના આક્ષેપ એક પક્ષના ઉમેદવારોના ફોર્મ ખોટી રીતે રદ કરવાના આક્ષેપ થતા આ મંડળીની ચૂંટણી ચર્ચાનું કેન્દ્ર બની છે,

હાલ આ ચૂંટણીમાં અગાઉ ચૂંટાયેલ હોદ્દેદારો સામે ચૂંટણી લડી રહેલી પરિવર્તન પેનલ દ્વારા ભ્ર્રષ્ટ્રાચારના આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ વખતે તેઓ પોતાની પેનલ ઉતારવાનું કારણ  સત્તા નહી પણ હાલના જે હોદ્દેદારો સત્તા પર છે તેઓએ મિલીભગત કરી છે તેઓએ લીધેલા નિર્ણય  ખાતેદારોના હિત જોખમાય તેવાછે  આ અંગે પરિવર્તન પેનલના ઉમેદવાર કાન્તિલાલ ડી બાવરવા એ દાવો કર્યો હતો કે અગાઉ જે પેનલ સત્તામાં હતી તેમના પર પહેલા ભ્રષ્ટ્રાચારના આક્ષેપ કરી સસ્પેન્ડ કરી હતી બાદમાં  તેઓને હવે પોતાની પેનલમાં સામેલ કરી ચૂંટણી લડાવી રહ્યા છે

બેંક અગાઉ વર્ષે 72 લાખ જેટલો નફો કરતી હતી તે અણધડ વહીવટ કરી 45 લાખ જેટલો નફો ઘટાડી હાલ વાર્ષિક નફો 27 લાખ પર લાવી દીધો છે  જે હોદેદારને કલમ૮૭ હેઠળ સસ્પેન્ડ કર્યા હતા તેના પર કેમ પાછા ખેચ્યા તેની સ્પ્સ્તા કરી નથી જો હાલની જે પેનલ સામે ફોર્મ ભર્યા તેને ધાક્ ધમકી અને એન એક કેન રીતે દબાવી ફોર્મ પરત ખેચાવ્યા કેમ પડ્યા વિરોધિઓને પ્રલોભન કેમ આપ્યા તેવા પણ સવાલ કરવામાં આવ્યા હતા

પરિવર્તન પેનલ દ્વારા તેમનો ચૂંટણી મેનીફેસ્ટો પણ જાહેર કરી મતદારો સમક્ષ તેના વાયદાઓ રજુ કર્યા હતા હવે આવતીકાલે ધી મોરબી પીપલ્સ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટીની નવા હોદેદારો માટે મતદાન થવાનું છે ત્યારે શું નવા જૂની થશે તે જોવાનું રહ્યું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW