HomeGujaratSaurashtra Kutchhમોરબીની સિરામિક ફેક્ટરીમાં ભાડાના રૂપિયા લેવાના બાકી છે તેમ કહી થાર કારના...

મોરબીની સિરામિક ફેક્ટરીમાં ભાડાના રૂપિયા લેવાના બાકી છે તેમ કહી થાર કારના ચાલકે કરી દાદાગીરી

મોરબીના લખધીપુર રોડ પર સ્થિત લેક્સસ ગ્રેનેટો ઈન્ડિયા લિમિટેડ કંપનીના પરિસરમાં રહી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યશપાલસિંહ સર્વેશકુમાર શ્રીવાસ્તવ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરજ દરમિયાન લેક્સસ ગ્રેનેટો ઈન્ડિયા લિમિટેડના ગેટ પર આરોપી અમરભાઈ મનજીભાઈ રબારી પોતાની હવાલાવાળી મહિન્દ્રા થાર કાર (રજી. નં. GJ-39-CC-6926) લઈને આવ્યો હતો અને ફરીયાદીને તમારા શેઠ અનિલભાઈને બોલાવો,તેમની પાસેથી ગાડી ભાડાના પૈસા લેવા બાકી છે તેમ કહી આરોપીએ પોતાની મહિન્દ્રા થાર કાર ગેટમાંથી અંદર કારખાનાના પાર્કિંગ વિસ્તારમાં લઈ જઈ શેઠ અનિલભાઈની ઈનોવા કાર (રજી. નં. GJ-36-AL-1523) સાથે બે વખત જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે ઈનોવા કારના પાછળના ભાગમાં આશરે રૂપિયા ચાર લાખ જેટલું નુકસાન થયું હતું. આ બાદ આરોપી ફરી પોતાની કાર ગેટ તરફ લઈ આવ્યો અને ત્યાં હાજર જનરલ સુપરવાઈઝર ભાઈરામભાઈ આશારામભાઈ જોષી ઉપર જાનથી મારી નાખવાના ઈરાદે કાર ચઢાવી દેતા તેમને ગંભીર શરીર ઈજાઓ પહોંચાડી, બાદમાં આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW