હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ રામજીભાઈ સુરાણીએ હળવદ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપીઓ લાલજીભાઈ કરમશીભાઈ ખાંભલીયા, પિન્ટુભાઈ કરમશીભાઈ ખાંભલીયા, રાજેશભાઈ કરમશીભાઈ ખાંભલીયા, નરોતમભાઈ જગાભાઈ રાવળદેવ તથા લાલજીભાઈ કરમશીભાઈ ખાંભલીયાના કાકા (બધા રહે. ભવાનીનગર ઢોરા, તા. હળવદ) દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
ફરિયાદીએ જણાવ્યું હતું કે તેને આરોપીની પત્ની સાથે મિત્રતા હતી, જેના કારણે આરોપીઓ મનમાં દુશ્મની રાખી બેઠા હતા. આ ખારના કારણે આરોપીઓએ ફરીયાદી અશ્વિનભાઈ પર લોખંડના સળિયા અને ધોકા વડે હુમલો કરી મારમારી કરી હતી તથા તેનો મોબાઇલ ફોન તોડી નાખ્યો હતો, જેમાં ફરીયાદીને ઇજા પહોંચી હતી. આ અંગે હળવદ તાલુકા પોલીસે ફરિયાદના આધારે તમામ આરોપીઓ સામે હથિયારબંધ જાહેરનામા ભંગ સહિતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

