HomeGujaratરાજકોટ ટુર્સના એજન્ટે મોરબીના યુવાનને એરલાઇનની ખોટી ટિકિટ આપી કરી રૂ. 15.47...

રાજકોટ ટુર્સના એજન્ટે મોરબીના યુવાનને એરલાઇનની ખોટી ટિકિટ આપી કરી રૂ. 15.47 લાખની છેતરપીંડી

હાલ તહેવારોની સીઝન આવતા વિદેશ ટૂર માટે જઇ રહ્યા છે અને તેની ટીકીટ અને અન્ય વ્યવસ્થાઓ માટે એજન્ટની મદદ લેતા હોય છે પરંતુ કેટલાક લેભાગું તત્વો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરી તેની સાથે છેતરપીંડી કરતા હોય છે આવી જ છેતરપીંડીનો શિકાર મોરબીનો યુવાન બન્યો હતો. રાજકોટની એક “ટુર્સ એન્ડ ફોરેન્સ” નામની એજન્સીના સંચાલક દ્વારા એરલાઈન્સની ટીકીટના નામે રૂ. 15.47 લઇ લીધા બાદ તેમને બોગસ ટીકીટ પધરાવી દીધી હતી.

મળતી માહિતી મુજબ,મોરબીના રવાપર ગામ સ્થિત લક્ષ્મીનગર સોસાયટીના મારૂતિનગર એપાર્ટમેન્ટનામાં રહેતા નીંકુજભાઈ દિનેશભાઈ પનારા (ઉંમર 25 વર્ષ) દ્વારા મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી નીંકુજભાઈ તથા તેના સાથીઓ વિદેશમાં પરિવાર સાથે પ્રવાસે જવાનું આયોજન કરતા હતા. તે દરમિયાન રાજકોટના કરણપરા વિસ્તારની પ્રશાંત શેરી, કેશરીયાવાડીમાં રહેતા હેનીલ હિતેશભાઈ રાઠોડ દ્વારા સંચાલિત ‘ટુર્સ એન્ડ ફોરેન્સ’ નામની ઓફિસ મારફતે ટિકિટની વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપવામાં આવી હતી.

આરોપીએ પોતે એજન્ટ હોવાનું જણાવી ફરિયાદી અને તેના સાથીઓનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં એરલાઇનની ખોટી (બનાવટી) ટિકિટ તૈયાર કરી સાચી તરીકે મોકલી આપવામાં આવી અને ટિકિટના નામે કુલ રૂ. 15,47,000ની રકમ ફરિયાદી તથા તેના સાથીઓ પાસેથી મેળવી લઈ છેતરપિંડી આચરી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW