HomeGujaratમોરબી-હળવદ હાઇવે પર આવેલી દ્વારકાધીશ હોટલમાંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

મોરબી-હળવદ હાઇવે પર આવેલી દ્વારકાધીશ હોટલમાંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

મોરબી-હળવદ હાઇવે પર આવેલી દ્વારકાધીશ હોટલમાં ચાલતા મેફેડ્રોન ડ્રગ્સના વેચાણનો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ  દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 9.48 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. SOG ટીમને અગાઉથી ચોક્કસ માહિતી મળી હતી કે, મોરબી-હળવદ હાઇવે પર અદાણી પેટ્રોલ પંપ નજીક (અગાઉ સીએનજી પંપ પાસે) આવેલી દ્વારકાધીશ હોટલમાં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે હોટલ પર દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી 9.48 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ. 28,440 થાય છે. આ કેસમાં પોલીસે રૈયાભાઈ ઉર્ફે રાયમલ મૈયાભાઈ બાંભવા (ઉંમર 34 વર્ષ, રહે. આંદરણા) નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ડ્રગ્સના વેચાણમાંથી મેળવેલા રૂ. 3,400 રોકડા તેમજ રૂ. 5,000 કિંમતનો મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો છે. આ રીતે કુલ રૂ. 37,340નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે આરોપી સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW