HomeGujaratમાળિયાના ચાચાવદરડા નજીક બે ટ્રેકટર વચ્ચે અકસ્માતમાં યુવકના મોતની ઘટનામાં 23...

માળિયાના ચાચાવદરડા નજીક બે ટ્રેકટર વચ્ચે અકસ્માતમાં યુવકના મોતની ઘટનામાં 23 દિવસ બાદ ફરિયાદ

માળિયા મિયાણા તાલુકાના ચાચાવદરડા ગામ પાસે ગત તા 24 નવેમ્બરના રાત્રીના 9 વાગ્યાની આસપાસ નં-RJ-19 RC-8022 નંબરનું  ટ્રેક્ટર પસાર થઇ રહ્યું હતું અને તે ટ્રેક્ટરની ટ્રોલીમાં મૂળ રાજસ્થાનના વતની ભુડાંરામ ઉર્ફે સુરેન્દ્ર સુગનારામ પવાર સુતા હતા આ દરમિયાન પાછળથી આવેલા નં-RJ-19 RC-8022 નંબરના ટ્રેક્ટર ચાલક ઓમપ્રકાશ ધનારામ બાવરી એ અચાનક કોઈ કારણસર કાબુ ગુમાવતા આગળના ટ્રેક્ટરની ટ્રોલ સાથે અથડાવતા ભૂંડા રામ નીચે પટકાયા હતા જેથી તેમને ગંભીર ઈજા પહોચતા તેનું મોત નીપજ્યું હતું બનાવના એક મહિના બાદ એ સુમીત્રાબેન ભુડાંરામ દ્વારા આરોપી  ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોધાવી જે ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW