HomeGujaratમાળીયા-જામનગર હાઇવે પર સરવડ ગામ નજીક અજાણ્યા વાહને ચાર પદયાત્રીઓને હડફેટે લેતા...

માળીયા-જામનગર હાઇવે પર સરવડ ગામ નજીક અજાણ્યા વાહને ચાર પદયાત્રીઓને હડફેટે લેતા મોત, બનાસકાંઠા થી દ્વારકા દર્શને જતી વખતે બની ઘટના

મોરબી જિલ્લાના માળીયા થી જામનગર તરફ જતા હાઇવે પર સરવડ ગામ નજીક આવેલા શિવમ પેટ્રોલ પંપ સામે આજે વહેલી સવારે એક અજાણ્યા વાહન ચાલકે ચાર જેટલા પદયાત્રીઓને લીધા હતા આ ઘટનામાં તમામ ચારેય પદયાત્રીઓને ગંભીર ઈચ્છા પહોંચતા 108 ની મદદથી મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે તેઓને સારવાર મળે તે પહેલા જ મોત મળ્યું હતું. બનાવને પગલે હાઈવે પર અરેરાતી જેવો માહોલ પ્રસરી ગયો હતો પદયાત્રીઓ બનાસકાંઠાના થરાદ થી દ્વારકા તરફ જતા હોવાની પ્રાથમિક માહિતી મળી રહે છે હાલ આ બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ના નામ ચૌધરી દિલીપભાઈ દયાભાઈ અદગામ તાલુકો દિયોદર જ્યારે બીજા વ્યક્તિનું નામ ચૌધરી હાર્દિકભાઈ માલાભાઈ ઉંમર વરસ 28 રહે અદગામ દિયોદર બીજા વ્યક્તિનું નામ ચૌધરી ભગવાનજીભાઈ લાલજીભાઈ ઉંમર વર્ષ 65 નવા દિયોદર બનાસકાંઠા જ્યારે ચોથી વ્યક્તિનું નામ ચૌધરી અમલભાઈ લાલાભાઇ ઉંમર વર્ષ 62 નાના દિયોદરના હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW