હળવદ શહેરમાં બસ સ્ટેન્ડ પાછળ રહેતા વિજયભાઈ કાળુભાઈ પરમારે આરોપી ઉમેશભાઇ બચુઅભાઇ રાઠોડ રહે.સરા રોડ હળવદ, પ્રકાશભાઇ રાઠોડ અને જીતુભાઇ જગાભાઇ રાઠોડ રહે બન્ને.રહે.ક્રુષી શાળા રોડ બસ સ્ટેશન પાછળ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી વિજયભાઈ બપોરના બે એક વાગ્યાના અરસામા હળવદ બસ સ્ટેશન પાછળ ઘરે જમવા માટે જતા આરોપીઓ ફરીયાદીના ઘર પાસે આવેલ અને ફરીયાદીના કોટુબીક ભાઇઓ સાથે આરોપીઓને એકાદ મહીના પહેલા ઝઘડો થયેલ હોય જેનુ મન:દુખ રાખી ધોકો તથા તલવાર વડે હુમલો કરી વિજયભાઈના ત્રણેય મોટર સાઇકલમા તોડફોડ કરી નુકશાન કરી બન્ને પગમા ગોઠણના ભાગે લાકડાના ધોકા વડે માર મારી મુઢ ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ સાથી સરોજબેન કાળુભાઇ પરમાર વચ્ચે પડતા તેને પણ ગાળો આપી ઢીકા પાટુનો માર મારી ઇજાઓ કરી હતી.

