HomeGujaratટોલનાકાનો કોન્ટ્રાકટ અમને આપી દેવાનું કહી વઘાસીયા ગામના ચાર શખ્સોએ મેનેજરને હથિયાર...

ટોલનાકાનો કોન્ટ્રાકટ અમને આપી દેવાનું કહી વઘાસીયા ગામના ચાર શખ્સોએ મેનેજરને હથિયાર બતાવી આપી ધમકી

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલુ વઘાસીયા ટોલનાકું ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે. જોકે આ વખતે વઘાસીયા ગામના ચાર શખ્સો દ્વારા ટોલ મેનેજરને ધમકાવી પોતાનું લાયન્સવાળું હથીયાર બતાવી ભય ઉભો કરવાના આશયથી ટોલ મેનેજરને ધમકાવ્યા હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે, જે અંગે વાંકાનેર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર શુધાંશુ દ્વારા વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી કે, ગત તા.11/11/2025ના રોજ ફરિયાદી મુકેશકુમાર પોતાની ટોલનાકાની બિલ્ડિંગ ખાતે હાજર હોઇ જે દરમિયાન આ ચારેય આરોપીઓ પૈકી રવિરાજ ઝાલા નામના આરોપીએ પોતાના લાયસન્સ વાળા હથિયાર ઉપર હાથ રાખી ધમકી આપી આરોપીનો ટોલનાકાનો કોન્ટ્રાકટ મુકી દિધેલ હોઇ જે પરત અપાવવાનુ કહી ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW