HomeGujaratમોરબીમાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવકને વોકિંગ બાદ અચાનક મોત, હાર્ટએટેકથી મોતની...

મોરબીમાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવકને વોકિંગ બાદ અચાનક મોત, હાર્ટએટેકથી મોતની આશંકા

મોરબીના વાવડી રોડ વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા રાજેશ નાગદાનભાઈ જેઠા નમનો 25 વર્ષીય યુવક પોલીસ ભરતી માટેની તૈયારી કરતો હોય જેની શારીરિક કસોટી પાસ કરવા તૈયારી શરુ કરી હતી. જેના ભાગરૂપે  ગઈકાલે સાંજે મોરબીના સામાકાઠે આવેલા એલ ઈ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દોડની પ્રેક્ટીસ માટે ગયો હતો. પ્રેક્ટીસ પૂર્ણ કર્યાબાદ ગભરામણ થઇ હતી અને છાતીમાં દુઃખાવો થયા બાદ તબિયત વધુ લથડી હતી અને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે સારવાર પૂર્વે તેનું મોત થયાનું ડોકટરે જાહેર કરી મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો. પ્રાથમિક તપાસમાં રાજેશનું મોત હાર્ટ એટેકથી થયા હોવાનું સામે આવ્યું હતું.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW