HomeNationalચૂંટણીપંચનો મોટો નિર્ણય; 14 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે, 19 ડિસેમ્બરે અપડેટેડ...

ચૂંટણીપંચનો મોટો નિર્ણય; 14 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે, 19 ડિસેમ્બરે અપડેટેડ મતદારયાદી જાહેર થશે

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની અંતિમ તારીખ 6 રાજ્યોમાં લંબાવવામાં આવી છે. ગુજરાત સહિત 5 રાજ્યોમાં એને એક અઠવાડિયા માટે લંબાવવામાં આવી છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. જે રાજ્યોની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે એમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ અને આંદામાન-નિકોબારનો સમાવેશ થાય છે.

પહેલાં એની છેલ્લી તારીખ 11 નવેમ્બર નક્કી કરવામાં આવી હતી, પરંતુ ચૂંટણીપંચે એને લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે અપડેટેડ મતદારયાદી 19 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે. અગાઉ પંચે કેરળ માટે છેલ્લી તારીખ 11 ડિસેમ્બરથી લંબાવીને 18 ડિસેમ્બર કરી હતી.

ચૂંટણીપંચે 30 નવેમ્બરના રોજ SIRની સમયમર્યાદા એક સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો હતો. પંચે કહ્યું હતું કે હવે અંતિમ મતદારયાદી 14 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.

મતદારો ઉમેરવા-કાઢવાનો એન્યુમરેશન પિરિયડ એટલે કે મતદાર વેરિફિકેશન હવે 11 ડિસેમ્બર સુધી ચાલશે, જે અગાઉ 4 ડિસેમ્બર સુધી નક્કી કરાયો હતો. જ્યારે અગાઉ ડ્રાફ્ટ યાદી 9 ડિસેમ્બરના રોજ બહાર પાડવાની હતી, પરંતુ હવે એ 16 ડિસેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW