HomeGujaratમોરબીમાં ઓનલાઈન વેરો ભરવામાં આસામીઓનો ઝુકાવ વધ્યો, 5492 મિલકત ધારકોએ ભર્યો ટેક્સ

મોરબીમાં ઓનલાઈન વેરો ભરવામાં આસામીઓનો ઝુકાવ વધ્યો, 5492 મિલકત ધારકોએ ભર્યો ટેક્સ

મોરબીમાં અત્યાર સુધી અનેક નોટિસ અને મિલકત જપ્તીની કાર્યવાહીની ચેતવણી છતાં કરવેરો ભરવામાં ભારે ઉદાસીન વલણ દાખવતા આસામીઓ હવે ખુદ કરવેરો ભરવા આગળ આવ્યા છે અને ખાસ તો હવે આજના ડિજિટલાજેશનના યુગમાં ઓનલાઈન કરવેરો ભરવા આસામીઓને રસ વધ્યો હોય એમ 5492 લોકોએ ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભર્યો છે અને હજુ ઓનલાઈન વેરો ભરવાની પ્રક્રિયા તેજ ગતિએ ચાલુ છે.

મનપાના ટેક્સ વિભાગે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન નામની એપ્લિકેશન ઓનલાઈન વેબસાઈટ જાહેર કરી વેરો ભરવાની લોકોને તાકીદ કરી છે.

11 ક્લસ્ટર ઓફિસે થઇ રહી છે વેરા વસૂલાત
મોરબી મહાપાલિકા દ્વારા નાની વાવડી પંચાયત, અમરેલી પંચાયત, મહેન્દ્રનગર પંચાયત, ભડીયાદ પંચાયત, ત્રાજપર પંચાયત, ગ્રીનચોક લાઈબ્રેરી, વિશ્વકર્મા બાલ મંદિર, શનાળા, રવાપર, અને લીલાપર ગ્રામ પંચાયત એમ 11 ક્લસ્ટર ઓફિસ ખાતે પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાય વેરો ભરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મુખ્ય ઓફિસ રૂમ નં-9 ખાતે સવારે 10:30 થી સાંજે 5 વાગ્યા સુધી POS મશીન દ્વારા કરવેરો ભરે છે.મનપાએ હાલ સમયની માંગ મુજબ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપ્યું છે. લોકો ઓનલાઈન વેબસાઈટ પ્લે સ્ટોર પરથી મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન લખીને લોગોવાળી એપ્લિકેશન ડાઉનલોડ કરીને વેરો ભરી શકે છે.

 મોરબી મહાનગરપાલિકાનું આગામી નાણાકીય વર્ગ માર્ચમાં પૂરું થવાનું હોય આ માર્ચ એન્ડિંગ પહેલા કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવા મનપાના ટેક્સ વિભાગે કરવેરાના આકરાણી શરૂ કરી છે. જેમાં મનપાના ટેક્સ વિભાગે હાલ રૂ. 50,000થી વધુનો વેરો બાકી હોય તેવા મિલકત ધારકોને કરવેરો ભરવા માટે ધડાધડ નોટિસ ઇસ્યુ કરવાની કવાયત હાથ ધરી છે અને ટેક્સ વિભાગે આ નોટિસો ઇસ્યુ કરવાનું શરૂ કરી સમય મર્યાદામાં કરવેરો ન ભરનાર મિલકત ધારકોની મિલકત સીલ કરવાની ચેતવણી આપી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW