HomeGujaratમોરબી પાટીદાર કેરિયર એકેડમીના 15 છાત્રો LRD પરીક્ષામાં ઉતીર્ણ થયા

મોરબી પાટીદાર કેરિયર એકેડમીના 15 છાત્રો LRD પરીક્ષામાં ઉતીર્ણ થયા

મોરબીના કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ અને અમદાવાદના સરદારધામના સંચાલિત પાટીદાર કેરિયર એકેડમીમાં તાલીમ મેળવતા તાલીમાર્થી 15 જેટલા તાલીમાર્થીઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલા લોક રક્ષક દળની પરીક્ષા ઉતીર્ણ કરી છે આ 15 તાલીમાંર્થીમાં 7 યુવક જયારે 8 યુવતીઓ ની પસંદગી થઇ હતી

મોરબીમાં પાટીદાર સમાજના યુવક યુવતીઓને સરકારી ભરતી તેમજ અન્ય રોજગાર લક્ષી તાલીમ આપતી  મોરબીની પાટીદાર કેરિયર એકેડમીમાં માત્ર 1 રૂપિયાના ટોકન દર થી ઉમેદવારોને અલગ અલગ સરકારી ભરતીની પરીક્ષામાં તાલીમ આપવામાં આવી રહી છે અને તેના થકી  આ વર્ષે ઘણા બધા  યુવક – યુવતી અલગ અલગ સરકારી ભરતીમાં પસંદગી પામી રહ્યા છે તાજેતરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દર લેવાયેલ લોક રક્ષક દળની પરીક્ષામાં આ સંસ્થાના 15 જેટલા ઉમેદવારો પસંદગી પામતા કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંસ્થામાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. પસંદગી પામનાર ઉમદવારો માં 8 યુવતી અને 7 યુવાનોનો સમાવેશ થયો છે
આ લોક રક્ષક દળની ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારોમાં નિમિશ વસીયાણી સાહિલ કાસુન્દ્રા પ્રિયરાજ દેત્રોજા, સાવન મેંદપરા રાજન લો હિરેન દાવા નો સમાવેશ થાય છે જ્યારે મહિલા ઉમેદવારોમાં શિવાંગી ભાલોડીયા ભક્તિ સાધરકીયા, ઋત્વિ વશીયાણી ભાગ્યશ્રી દઢાણીયા સંતોષ આદ્રોજા નિશા સોરીયા, માનસી સુરાણી નેન્સી કાસુન્દ્રા અને ધ્રુવી દેત્રોજાનો સમાવેશ થાય છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW