HomeGujaratપશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર બુધવારે મોરબી આવશે,એમ પી,એમ એલએ સાથે બંધ બારણે...

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર બુધવારે મોરબી આવશે,એમ પી,એમ એલએ સાથે બંધ બારણે મીટીંગ કરી થશે રવાના !

વર્ષે કરોડો રૂપિયાની રેલ્વે નુરથી રેલ્વે તંત્રની તિજોરી છલકાવી દેનાર મોરબી શહેર રેલ્વેની સુવિધાઓથી અત્યંત પછાત છે. મોરબીમાં લાંબા સમયથી અમદાવાદ મુંબઈ અને દિલ્હી સહિતના લાંબા અંતરની ટ્રેન આપવામાં આવે તેવી માંગણી છે હાલ મોરબી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન મેન્ટેનસ કારણે વારંવાર અમદાવાદ જતી હોય અને ત્યાં સર્વિસ રેન્ક ન હોવાથી ટ્રેન આખો દિવસ બંધ  રહે છે. તો સામખીયારીથી લાંબા અંતરની અનેક ટ્રેન ચાલતી હોય જેમાં મુસાફરો જતા હોય છે પણ મોરબીથી  એક પણ કચ્છ તરફ જતી ટ્રેન નથી મોરબીથી સામખીયારી વચ્ચે મેમો ટ્રેન મળે તો લોકોને ખાનગી વાહનમાં જવાથી છુટકારો મળી શકે છે મોરબી શહેરમાં સવારે અને રાત્રે વાંરવાર બંધ રહેતી ફાટક પણ મોટી સમસ્યા છે ટ્રેન આવે તેના 10 મિનીટ પહેલા મોટા ભાગની ફાટક બંધ રહે છે નઝર બાગ પાસેની ફાટક, વીસી પરા ફાટક નવલખી ફાટક સાંકડી હોવાથી વાહનોના થપ્પા લાગી જતા હોય છે

મોરબીમાં રેલ્વે લગતી અનેક ફરિયાદ હોવા છતાં ચૂંટાયેલ પ્રતિનિધિ લોકોની વાત રેલ્વે તંત્ર સુધી પહોચાડવામાં નિષ્ફળ જતા સ્થિતિ જેમની તેમ રહે છે ત્યારે આગામી બુધવારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર મોરબી આવી રહ્યા છે અને એમપી એમ એલ એ સાથે બંધ બારણે મીટીંગ કરી નીકળી જશે તેવા સમાચાર વચ્ચે લોકોની રજૂઆત માટે સમય ફાળવે તેવી માંગ ઉઠી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW