HomeGujaratહળવદમાં વેપારીને માનસિક ત્રાસ, ધમકી અને મરવા મજબૂર કરનાર દશ શખ્સો સામે...

હળવદમાં વેપારીને માનસિક ત્રાસ, ધમકી અને મરવા મજબૂર કરનાર દશ શખ્સો સામે ફરિયાદ દાખલ 

મોરબીના પીપળીયા ગામનાં વતની અને હાલ હળવદના સરા રોડ પર આવેલ ઉમા સોસાયટીમાં રહેતા હંસાબેન નવનીતભાઈ આદ્રોજાએ આરોપી શરદભાઇ વાલજી પટેલ, સુરેશભાઇ વાલજીભાઇ પટેલ, ભરતભાઇ ગાંડુભાઇ ભટ્ટાસણા, અનિલભાઇ મંગલ, ગજાનનભાઇ જોષી, સૌરભ રાઠી“રાઠી એંન્ટરપ્રાઇઝ” વાળા, ગીરીશભાઇ મહેશ્વરી (સૌરભ રાઠીના બનેવી), ઘેટીદાદા (ગજાનનભાઇનો માણસ), જગદીશભાઇ (મહાદેવ કેન્વાસીંગ વાળા), રામજીભાઇ (રામનીવાસ એન્ડ કુ. વાળા ) તે તમામ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી હંસાબેનના પતિને આરોપી શરદભાઈ તથા સુરેશભાઈ પાસેથી લીધેલ જમીનના બધા રૂપીયા ચુકવી આપવા છતા લીધેલ જમીનનો દસ્તાવેજ ન કરી આપી તથા વધારે એક કરોડ રૂપીયાની માંગણી કરી તથા આરોપી ભરતભાઈ પાસેથી ઉચા વ્યાજે લીધેલ રૂપીયાની ચુકવણી કરી આપવા છતા વધારે રૂપીયાની ઉઘરાણી કરી તથા આરોપી અનિલભાઈ અને ગજાનનભાઈ એમ બંન્ને વેપાર ધંધાના બાકી રૂપીયા ની ઉઘરાણી કરવા સારૂ ધમકી આપી અને આરોપી સૌરભ તથા ગીરીશભાઈએ વેપાર ધંધાના બાકી રૂપીયા બાબતે તેઓ બન્ને તથા આરોપી ગજાનનભાઈ તથા ઘેટીદાદા એમ ચારેય આરોપીઓએ ધમકી આપી તથા આરોપી જગદીશભાઇ તથા રામજીભાઈએ વેપાર ધંધાના બાકી રૂપીયા બાબતે ઉઘરાણી કરી તમામ આરોપીઓ ફરીયાદીના પતિનેને માનસીક ત્રાસ આપતા હોય જેથી આરોપીઓના માનસીક દુખ ત્રાસથી કંટાળી જઇ ફરીયાદીના પતિ નવનીતભાઈએ કોઇપણ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ફરીયાદીના પતિનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પત્નીએ તમામ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનાની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW