HomeGujaratમીતાણા નજીક આવેલ ડેમી 2 ના દરવાજા રીપેર કરવા સીએમને રજૂઆત

મીતાણા નજીક આવેલ ડેમી 2 ના દરવાજા રીપેર કરવા સીએમને રજૂઆત

મોરબી જીલ્લાના ટંકારા તાલુકા માં મીતાણા ગામ પાસેના  ડેમી– ૧ સિંચાઈ યોજનાના ડેમ ઉપર નાખવામાં  આવેલ ગેઈટ છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલી હાલતમાં છે, જે અંગે સ્થાનિકો દ્વારા અનેક વખત સિંચાઈ વિભાગમાં રજૂઆત કરી હોવા છતા  આ ગેઇટ હજુ સુધી રીપેર કરવામાં આવેલ નથી.આ ગેઇટની હયાતી હોય તો ડેમ માં પાણી નો સ્ટોરેજ વધારે થઇ શકે અને તેનો લાભ કમાંડ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ ના રૂપમાં મળતો હોય છે,

ગેઇટ તુટવાથી કમાંડ વિસ્તારને પુરતો પાણીનો જથ્થોના હોવાથી જોઈએ તેવો સિંચાઈનો લાભ મળતો નથી. આ બાબતે ખેડૂતો દ્વારા અવાર-નવાર રજુઆતો કરવામાં આવેલ હોવા છતાં હજુ સુધી કોઈ જાતનું કામ કરવામાં આવેલ નથી.
આ બાબતે મોરબીમાં આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કે ડી બાવરવા દ્વારા રજૂઆત કરવામાં આવી છે જેમાં  આ ગેઇટ ની જગ્યા એ સિમેન્ટ કોન્ક્રીટથી ડેમને વધુ  ઉચો કરવામાં આવે જેથી ગેઇટ તુટવા ની શક્ય તા ના રહે. અથવા તો ટકે તેવા સારા ગેઇટ નાખવા આવે આ ઉપરાંત જેમ ડેમી -૨ ને નર્મદા ની સૌની યોજના ની પાઈપ લાઈન થી ભરવાની જોગવાઈ કરેલ છે તેમ ડેમી-૧ ને પણ સૌની યોજના સાથે જોડવા માં આવે તેમજ આ બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય કરીને કામો ચાલુ કરવા માંગણી કરવામાં  આવી છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW