HomeGujaratઆવતીકાલે મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી રાજનગર ફીડરમાં વીજકાપ...

આવતીકાલે મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી રાજનગર ફીડરમાં વીજકાપ રહેશે

મોરબી: તા. 25/11/2025 મંગળવારના રોજ 66 કેવી વજેપર સબ સ્ટેશનમાં મેન્ટેનન્સની કામગીરીને પગલે PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી રાજનગર ફીડર સવારે 8:00 થી સવારના 11:30 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે.

જેમાં રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોક ની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-3,4,5,6 નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW