HomeGujaratમોરબીના રંગપર નજીક સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રાંધણ ગેસ લીક થતા એક...

મોરબીના રંગપર નજીક સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રાંધણ ગેસ લીક થતા એક સગીર સહીત 5 લોકો દાઝ્યા

મોરબીના જેતપર રોડ પર રંગપર ગામની સીમમાં આવેલી રેબન સીરામીક ના લેબર ક્વાર્ટરમાં રહી મજુરી કામ કરતા શ્રમિકો રસોઈ બનાવવા ગેસ ચાલુ કરી દીવાસળી પેટાવવા જતા અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં એક  સગીર સહીત પાંચ લોકો દાઝી ગયા હતા  ગંભીર હાલતમાં પ્રથમ મોરબીની હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે મજુરોને રાજકોટની સિવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે  તપાસ હાથ ધરી છે.

મોરબી  જેતપર રોડ પર આવેલી રેબન સીરામીક નામની કંપનીમા ગઇકાલે સાંજનાં સમયે ઓરડીમા ગેસ લીકેજથી ઓરડીમા ગેસ ફેલાયો હતો. ત્યારબાદ શ્રમીકોએ જાગીને દીવાસળી પેટાવતા જ ભડકો થયો હતો અને એક સગીર સહીત પાંચ મજુરો દાઝી ગયા હતા. આ દાઝી ગયેલા શ્રમીકોમા ઇતવાડી બંગાલી (ઉ.વ.22 ), સુરજ બકસી (ઉ.વ. 25), અમન બકસી (ઉ.વ.23), વિનય બકસી (ઉ.વ. 17) શીવા ભરત (ઉ.વ. 23)ને સારવાર માટે તુરંત રાજકોટની સિવીલ હોસ્પીટલે આવેલા બર્ન્સ વિભાગમા ખસેડાયા હતા. પાંચેય શ્રમીકો મુળ રાજસ્થાનની વતની છે અને છેલ્લા એકાદ વર્ષથી આ કંપનીમા આવેલી ઓરડીમા રહી ટાઇલ્સ બનાવવાનુ કામ કરે છે. શ્રમીકોએ જણાવ્યુ હતુ કે તેઓ બધા સુતા હતા ત્યારે ઓરડીમા ગેસ લીકેજ થયો હતો જેને કારણે ગેસ સમગ્ર ઓરડીમા ફેલાઇ ગયો હતો અને જાગીને એક શ્રમીકે દીવાસળી પેટાવતા ભડકો થયો હતો અને આગમા પાંચેય શ્રમીકો મોઢા પર અને શરીરે ગંભીર રીતે દાઝયા હતા . હાલ તમામની રાજકોટ સિવીલ હોસ્પીટલમા સારવાર ચાલી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW