HomeGujaratઉતરાખંડના ટિહરીમાં 29 મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી 17થી વધુ લોકો ઘાયલ,...

ઉતરાખંડના ટિહરીમાં 29 મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી 17થી વધુ લોકો ઘાયલ, 5 ગુજરાતીના મોતની આશંકા

ઉત્તરાખંડના ટિહરીમાં  મુસાફરોથી ભરેલી એક બસ ગંભીર અકસ્માતનો ભોગ બની હતી બસના ચાલકે કોઈ કારણસર કાબુ ગુમાવતા  30 મુસાફરો સાથે આખી બસ ખીણમાં ખાબકી હતી આ બનાવમાં 17 થી વધુ લોકો ઘાયલ હોવાની તેમજ 5 ગુજરાતી લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે

મળતી માહિતી મુજબ ઉતરાખંડના ટિહરીમાં આવતા  નરેન્દ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના  કુંજપુરી-હિંડોળાખાલ નજીક એક બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી છે. એવો અંદાજ છે કે બસમાં 29 જેટલા લોકો સવાર હતા. ઘટનાની માહિતી મળતાં, SDRFના અર્પણ યદુવંશીની સૂચના મુજબ, પોસ્ટ ધલવાલા, પોસ્ટ કોટી કોલોની અને SDRF બટાલિયન હેડક્વાર્ટરમાંથી કુલ 05 SDRF ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયાની પુષ્ટિ થઈ છે.

SDRF ટીમ દ્વારા અન્ય તમામ ઘાયલોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. ટીમનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુછે

ઘટનાની જાણ થતા ઉતરાખંડના સીએમ પુસ્કર સિંહ ધામીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે , “તેહરીના નરેન્દ્ર નગરમાં કુંજપુરી મંદિર પાસે બસ અકસ્માતના સમાચાર ખૂબ જ હૃદયદ્રાવક છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માઓને તેમના દિવ્ય ચરણોમાં સ્થાન મળે અને શોકગ્રસ્ત પરિવારોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ મળે. જિલ્લા વહીવટીતંત્ર અને SDRF દ્વારા અકસ્માતમાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે, અને ગંભીર રીતે ઘાયલોને AIIMS ઋષિકેશમાં રિફર કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં, હું સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું.”

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW