મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે મકરાણી વાસમાં રેડ કરી હતી, જ્યાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા બસીરભાઇ સલીમભાઇ ચાનીયા, સોહીલભાઇ હાઝીભાઇ મલેક, નિરવભાઇ સુભાષભાઇ મિરાણી, રમીઝભાઇ હુસેનભાઇ ચાનીયા, આરીફ અલીખાન સીપાઇ, ફારૂકભાઇ જુમાભાઇ શાહમદાર અને દાઉદશા રહીમશા દિવાન નામના સાત શખ્સોને રોકડ રૂ. 6,300ના મુદામાલ સાથે ઝડપી લઇ તે તમામ શખ્સો સામે પોલીસે જુગારધારા એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

